મોરબી-માળિયા નેશનલ હાઈવે પર આવેલા કાવેરી સિરામિક સામે આવેલા હરી કોમ્પ્લેક્ષમાં આવેલી ગેરેજ બહાર કેટલાક શખ્સ દ્વારા વાહન પાર્ક કર્યું હતું જેથી ગેરેજના માલિક દ્વારા વાહન થોડે દુર ઉભું રાખવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદી ધનજીભાઇ ટાભાભાઇ પરમાર સાથે ઝઘડો કરી તેમને ગાળો આપી હતી તેમજ વાહનમાં રહેલા ધોકા વડે ધનજીભાઈ તેમના પુત્ર કિરીટભાઈ અને ધ્રુવભાઈ પર હુમલો કરી ઈજા પહોચાડી હતી ઈજાગ્રસ્ત હાલતમાં બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ધનજીભાઈએ ટીનાભાઈ અને તેના દીકરા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ આધારે પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩,૫૦૪,૧૧૪, તથા તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(R)(S), 3(૨)(૫-૧), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે સામે પક્ષે વિરલભાઇ જીતેન્દ્રભાઇ પીઠવાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ધનજીભાઇ પરમાર,કિરીટભાઇ ધનજીભાઇ પરમાર,ધ્રુવભાઇ ધનજીભાઇ પરમાર અને એક અજાણ્યા શખસ સામે ફરિયાદ નોધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિરલભાઈની દુકાન પાસે આરોપીઓની દુકાનો હોય જેથી આ કામના આરોપીઓએ દુકાન પાસે સામાન નહી રાખવા બાબતે બોલાચાલી કરી હતી અને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેને ગાળો ભાંડી લાકડાના ધોકો. સળીયા,વડે હુમલો કરી ફરીયાદી વિરલભાઈ અને તેના પિતાને આડેધડ મારમારી ફરીને શરીરે મુંઢ ઇજા કરી તથા જમણી આંખમા તથા ડાબા હાથની આંગળીમા ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી

