મોરબીના લાલપર ગામમાં ગત તા 17 ના રોજ એક મારમારીની ઘટના બની હતી જેમાં એક યુવાને 4 શખ્સે માર માર્યા હોવાના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી.જેમાં આરોપીઓ દ્વારા નાસ્તા આપવા મુદે દુકાનદાર સાથે બોલાચાલી ઝધડો કરી 4 શખ્સો દુકાનદાર તેમજ ત્યાં નાસ્તો કરવા આવેલા યુવકને માર માર્યા હોવાની ફરિયાદ નોધાવી હતી આ ઘટનામાં હવે સામે પક્ષે પણ ફરિયાદ નોધાવી હતી જેમાં ભગીરથસિંહ વિરભદ્રસિંહ ચુડાસમા નામના યુવક લાલપર નાસ્તાની લારીએ નાસ્તો કરવા ગયેલ દરમ્યાન આ કામના આરોપીઓ ત્યા છરીથી ફોટા પાડતા હોય અને તેના સામે જોતા આ કામના
આરોપીઓએ કેમ સામુ જોવે છે. તેમ કહી ગાળો આપી હતી યુવકે ગાળો આપવાની ના પાડતા દિનેશભાઈએ નાએ પેટના ભાગે છરી મારી હતી તથા હમીરભાઈ નામના યુવાને ભગીરથસિંહને પ્લાસ્ટીકના પાઇપથી વાસામા મારી મુંઢ ઇજા કરી પહોચાડી હતી

