મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ એક ગામમાં રહેતી એક મહિલાની એક શખ્સ દ્વારા જાહેરમાં શાબ્દિક છેડતી કરી હતી જેથી મહિલાએ તેનો વિરોધ કરતા શખ્સ તેની પત્નીને સાથે લઈ આ મહિલાના ઘરે પહોચ્યો હતો અને મહિલા તેમજ તેના પરિવાર પર હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ એક ગામમાં રહેતા એક પરિવારની એક મહિલા પર તેના જ ગામના એક શખ્સે સવારે જાતીય સતામણી કરી હતી જે બાદ મહિલાએ આ અંગે ઘરમાં જાણ કરતા તેના પતિએ સમજાવવા ગયા હતા જે બાદ ઝઘડો થતા આરોપી પતિ-પત્નીએ મહિલા તેના પતિ અને બાળકોને માર મારી ઈજા પહોચાડી હતી બનાવ અંગે મહિલાના પતિએ બહેરા નામના શખ્સ તેમજ તેની પત્ની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, બનાવ મોરબી તાલુકા પોલીસ મથકના પી એસ આઈ બગડા તપાસ ચલાવી રહ્યા છે.

