HomeGujaratમોરબી જિલ્લામાં થયેલા વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક નોધાઇ, 2 ડેમના દરવાજા...

મોરબી જિલ્લામાં થયેલા વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક નોધાઇ, 2 ડેમના દરવાજા ખોલવા પડ્યા

મોરબી જીલ્લામાં છેલ્લા 24 કલાક થી મેઘરાજાની નવી ઇનિંગ શરુ થઇ છે તેમાં પણ શનિવારે રાત્રે સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે.જીલ્લામાં છેલા 12 કલાકમાં અડધા ઈચથી લઇ પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, સમગ્ર ટંકારા પંથક અને હળવદ પંથકમાં પણ સારો એવા વરસાદના પગલે જિલ્લાના તમામ નાંના મોટા જળાશયમાં પાણી ની આવક થઇ છે

મોરબી જિલ્લાના તમામ ડેમમાં પાણીની આવક અંગેની સ્થિતિ જોઈએ તો 75 કયુસેકથી લઇ 85 36 કયુસેક સુધી પાણીની આવક નોધાઈ છે અને આ આવકના કારણે તમામ ડેમમાં જળસ્તર વધ્યું છે મોરબી જિલ્લાના 10 ડેમમાં પાણીની સ્થિતિ જોઈએ તો.મોરબી શહેરની જીવાદારી સમાન મચ્છુ 2 ડેમમાં 126 કયુસેક પાણીની આવક થઇ છે.તો ઘોડાધ્રોઈ ડેમમાં1151 કયુસેક પાણીની આવક નોધાઇ છે તો વાંકાનેર નજીક આવેલા મચ્છુ 1 ડેમમાં 306.94 કયુસેક પાણીની આવક થઇ છે મચ્છુ ૩ ડેમમાં 16 76 કયુસેક આવક થઇ છે. ટંકારા તાલુકામાં આવેલા ડેમી 1માં 177.78 કયુસેક,ડેમી 2 ડેમમાં 588 કયુસેક આવક નોધાઇ છે.ડેમી ૩ ડેમની સ્થિતિ જોઈએ તો 34૩ કયુસેક પાણી આવક નોધાઇ છે.બંગાવડી 75 કયુસેક પાણીની આવક થઇ છે. હળવદ તાલુકાની વાત કરીએ તો બ્રાહ્મણી 1 ડેમમાં 8536 કયુસેક બ્રાહ્મણી 2 ડેમમાં 1800 કયુસેક પાણીની આવક થઇ હોવાનું સિંચાઈ વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા છેલ્લા 6 કલાકમાં બે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે જેમાં મચ્છુ 3 ડેમના1676 કયુસેક પાણીની આવક થઇ છે જેના કારણે ડેમમાં 67 ટકા જેટલો ભરાયેલા છે જોકે મોરબી શહેરમાંથી સતત થઈ રહેલી આવકને ધ્યાને લઇ મચ્છુ 3 ડેમના દરવાજા એક દરવાજા 2 ફૂટ ખોલી 1676 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઘોડાધ્રોઈ ડેમમાં પણ 1 ગેટ અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW