વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામમાં ગત રાત્રે રવિતભાઈ ડુંગરભાઈ બામનીયા નામના યુવકની માથાના ભાગે કોઈ કોદાડી જેવા હથીયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હત્યા નીપજાવી હતી. આ બનાવમાં મૃતકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે પોલીસ ની પ્રાથમિક પૂછ પરછ દરમિયાન આપેલ નિવેદન જ શંકાસ્પદ લાગતા પોલીસે મૃતક રાવિતની પત્ની કરમાંબાઈ ની એનકેન રીતે પૂછ પરછ કરી હતી જેમા રાવિતની પત્ની કરમાંબાઈએ જ હત્યા કરી હોવાનું જાણાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો

પોલીસની પૂછ પરછ દરમિયાન કમરાબાઈ એ જણાવ્યું હતું જે તેના એક મહિના પહેલા રાવિત સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેમના પરિવારજનો સાથે ફોન પર વાત કરવા માગતી હોય પરંતુ પતિ પરિવારજનો સાથે વાત ચીત કરવા ન દેતો હોય જેના કારણે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. તે પોતાના પિતાના ઘરે જવા માગતી હોવા છતાં રાવિત તેને જવા ન દેતો હોય લગ્નના એક મહિનામાં પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી પોતે કંટાળી ગઈ હતી અને તેનાથી છુટકારો મેળવવા માગતી હોય જેથી ગત તા 5 ની રાત્રે પતિ ઘરમાં સુતો હતો જેથી તેને પતવી દેવાનો મોકો મળતા લોખંડની કોશ માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોચાડી હતી જેમાં તેનું મોત થયું હતું ઘટના બાદ હથીયાર અને મૃતકનો ફોન સહિતની વસ્તુ દાટી દીધી હતી
મહિલાની કબુલાત બાદ પોલીસે આરોપી કમરાબાઈ રાવિતભાઈ બામનિયાને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

