વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં રરહેતા અને ખેતરમાં રહી મજુરી કામ કરતા શ્રમિક યુવકને રાત્રીના સમયે અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નીપજાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી બનાવ અંગે મૃતકના ભાઈએ બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી છે
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળિયા ગામમાં રહી ખેત મજુરી કરતો રવિત ડુંગરસિંહ બામનીય નામનો યુવક તેની પત્ની સાથે ઓરડીમાં સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા માથાના ભાગે બોથડપદાર્થનો ઘા મારી ફરાર થઇ ગયા હતા પતિનો અવાજ સાંભળી પત્ની જાગી ગઈ હતી અને તેમના ભાઈ ભાભીને જાણ કરતા તેઓએ તાત્કાલિક સારવાર અર્થે 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ અંગે મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

