HomeGujaratમોરબીના મેટ્રો સિરમોકમાં દીવાલ ધસી પડતાં એક શ્રમિક દબાયો,ઊંઘમાં જ કમકમાટી ભર્યું...

મોરબીના મેટ્રો સિરમોકમાં દીવાલ ધસી પડતાં એક શ્રમિક દબાયો,ઊંઘમાં જ કમકમાટી ભર્યું મોત 

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા મેટ્રો સિરામિકમાં બુધવારે વહેલી સવારે દીવાલ ધસી પડવાની એક ઘટના બની હતી જેમાં ૩૩ વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી જોકે આ દીવાલ ક્યા કારણોસર પડી તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી

મોરબીના લખધીર પુર રોડ પર આવેલા.મેટ્રો સિરામીકમાં રહેતો અને મજૂરી કામ કરતો કરનસિંહ રૂમાલસિંહ પુનિયા નામનો.શ્રમિક બુધવારે મોડી રાત્રે.ફેકટરી પાસે.સૂતો.હતો તે દરમીયાન વહેલી સવારે અચાનક ફેકટરીમાં આવેલી એક.દીવાલ ધસી પડી હતી જેમાં કરણસિંહ દબાઈ ગયો હતો અને તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.દીવાલ કેવી રીતે ધસી પડી કેટલો.સમય જૂની હતી. તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.બનાવ સમયે.મૃતક ઊંઘમાં જ હતો.અને.ઊંઘમાં જ.દબાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW