મોરબીમાં લુખ્ખા ગીરી કરતા તત્વો દિન પ્રતિદિન વધી રહ્યા છે. શેરી ગલીઓના કહેવાતા ડોન હવે શહેરમાં વેપારીઓ અને સામાન્ય લોકોને રંઝાડવામાં કહી બાકી રાખતા નથી બે દિવસ પહેલા એક બુટ ચપ્પલ વેપારીને કેટલાક શખ્સે દુકાનમાં આવી મારમારી ગાળો ભાંડી હતી હજુ આં ઘટનાને જાજો સમય નથી થયો ત્યાં ફરી એકવાર મારમારી ની ઘટના સામે આવી છે જેમાં મોરબીના રવાપર રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સી રહેતા અને સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય કરતા નીલ ભરતભાઇ વસાણીના મિત્રને ધંધામાં રૂપિયા ની જરૂર હોવાથી બોરીચા વાસમાં રહેતા જયરાજ ઉર્ફે જીગો ગોગરાંએ ટીનું ઉર્ફે વરુણ બોરીચાનો સંપર્ક કરાવી વ્યાજે રૂપિયા લેવડાવ્યા હતા.જેમાં ફરીયાદી નીલ જામીન રહ્યો હતો.હવે રૂપિયા લેનાર તેનો મિત્ર વ્યાજ ભરતો ન હોય જેથી બંને આરોપીઓએ વધુ રૂપિયા પડાવવા માટે બળજબરી પૂર્વક ઉઘરાણી કરી હતી અને બેન્ક ઓફ બરોડાના ચેક મેળવી લીધા હતા બાદમાં ઉઘરાણી ના બહાને નીલ ને રવાપર રેસીડેન્સી પાસે બોલાવ્યો હતો જ્યાં ધમકાવી કાર માં બેસાડી તેના અપહરણના પ્રયાસ કરાયો હતો જોકે યુવકના પિતાએ પોલીસને જાણ કરતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આં પૂર્વે બન્ને આરોપીઓએ પિતા પુત્રને માર પણ માર્યો હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પોલીસે નીલ ભરતભાઇ વસાણી ની ફરિયાદ આધારે આરોપી જયરાજ ઉર્ફે જિગો ગોગરાં અને વરુણ ઉર્ફે ટીનો વિરૂદ્ધ આઇ પીસી 504, 506, 384,387 અને 114ઉપરાંત નાણાં ધીરધાર એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

