HomeGujaratમોરબીની નવયુગ વિદ્યાલયમાં પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઈ

મોરબીની નવયુગ વિદ્યાલયમાં પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઈ

મોરબીના વીરપર ખાતે આવેલ નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મધુરમ ફાઉન્ડેશન આયોજિત આ કાર્યક્રમમાં મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તથા જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહી અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલના પ્રમુખ પી.ડી.કાંજીયા, પ્રિન્સિપાલ વરુણ ભીલા, રાવલ તથા નવયુગ શૈક્ષણિક સંકુલનો અન્ય સ્ટાફગણ, પ્રભુભાઇ કડીવાર તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના હોદ્દેદારો ઉપસ્થિત હતાં. કાર્યક્રમમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક “જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ” ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું હતું. આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું. જે વિદ્યાર્થીઓ શહેરમાં રહે છે અને જમીન ધરાવતા નથી તેવાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે કે સાર્વજનિક પ્લોટમાં વાવેતર કરવા શાકભાજી કે ફૂલછોડ વગેરેના કુંડામાં વાવી શકાય તેવા બીજ વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી ફ્રી મળશે. એ માટે ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર પર વોટ્સએપ કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW