HomeGujaratમોરબીમાં ગંદકીનો પ્રશ્ન ઉકેલવા નવતર પ્રયોગ,કચરો દેખાઈ તો ફોટો પાડો,મોકલો 9198798 89077...

મોરબીમાં ગંદકીનો પ્રશ્ન ઉકેલવા નવતર પ્રયોગ,કચરો દેખાઈ તો ફોટો પાડો,મોકલો 9198798 89077 પર

મોરબી નગરની સુંદરતા જળવાઈ રહે અને મોરબી શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે મોરબી નગર પાલિકા દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. નગર પાલિકા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર થકી મોરબીમાં ગંદકી પર નિયંત્રણ રાખી શકાશે.

મોરબી શહેરમાં ગંદકીને ડામવા અને ગંદકીના કરણે સર્જાતી સમસ્યાઓને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો દેખાય તો તરત જ +919879889077 નંબર પર ફોટો પાડી મોકલી શકાય છે. આ આ ફોટાની સાથે જે તે સ્થળનું ચોક્કસ એડ્રેસ અથવા તો ગુગલ મેપની મદદથી એડ્રેસ મોકલવાનું રહેશે.  આમ મોરબી નગરમાં ગંદકી બાબતે ફોટો સહિતની ફરિયાદ વોટ્સએપથી કરી શકાય તે માટે આ નંબર જારી કરવામાં આવ્યો છે. નગરપાલિકાને આ ફરિયાદ મળતા જ જે-તે સ્થળની સાફ-સફાઈ કરવામાં આવશે અને ગંદકી દુર કરી તે વિસ્તારને રળિયામણું બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.

હાલ આ નંબર ફક્ત કચરાના નિકાલ માટે જ શરૂ કરાયો છે. ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે બાબતો માટે આ નંબર પર ફરિયાદો ન મોકલી મોરબીને રળિયામણું બનાવવાની મોરબી નગરપાલિકાની આ પહેલમાં સહકાર આપવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી હર્ષદીપ આચાર્ય દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW