HomeGujaratટંકારાના લજાઈ નજીક ગોડાઉનમાંથી દારૂ સગેવગે થાય તે પહેલા LCB ત્રાટકી,357 પેટી...

ટંકારાના લજાઈ નજીક ગોડાઉનમાંથી દારૂ સગેવગે થાય તે પહેલા LCB ત્રાટકી,357 પેટી દારૂ સાથે 6 ઝડપાયા

મોરબીનાઓને મોરબી જિલ્લામાં દારૂની હેરા ફેરી અને તેના વેચાણના ગોરખધંધા પર અંકુશ લાવવા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ ના માર્ગદર્શનમાં પીએસઆઈ કે,જે ચૌહાણ અને ટીમ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉંમા પાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ હરા ફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃતિ ચાલુ છે.તેવી ચોક્ક્સ બાતમી આધારે રેઇડ કરતા સ્થળ પરથી મોટા પાયે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જેને કબજો મેળવી પોલીસ મથકમાં લાવ્યા હતા
સ્થળ પરથી પોલીસેઅનિલકુમાર ભાગીરથજી લટીયાલ,મુકેશકુમાર બી પુનમા રામ જોગુભવર વાલ મંગળારામ ખોડ
પ્રવિણકુમાર સાઓ ભગવાનરામ ગોદારા, મોહનલાલ ઉનમાંરામ ગૌદારા ઓમ પ્રકાશ હીરારામ ખીચડ રહે તમામ રાજસ્થાન વાળને ઝડપી લીધા હતા. તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થળ પરથી પોલીસે રું.મેકડોવેલસ નંબર 1બ્રાન્ડ ની રું 12,28,500ની કિંમતની 3276 બોટલ, રોયલ ચેલેન્જ વ્હિસ્કી ની 5,24,160 ની કિંમતની 1008 બોટલ ઉપરાંત બોલેરો પિક અપ કાર,મારુતિ સુઝુકી કંપનીની ટર્બો કાર, 9 મોબાઇલ તેમજ એક લાખ રોકડા સહિત રું.26.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW