મોરબી અને આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવ સતત બની રહ્યા છે ક્યારેક ઘર દુકાન તો ક્યારેક મંદિરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે આ વખતે તસ્કરોએ ડેરીને નિશાન બનાવી હતી મળતી માહિતી મુજબ મોરબી ના પંચાસર રોડ પર મોરબી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ મયુર ડેરીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ડેરીની ઓફીસ સુધી પહોચી ગયા હતા અને ઓફિસની તિજોરીમાં રાખેલા 27,500 ની કિમતના 11 ચાંદીના સિક્કા તેમજ 2.95 લાખ રોકડા સહીત રૂ ૩.22 લાખના મુદામાલ પર હાથ સાફ કરી રવાના થઇ ગયા હતા. બનાવ અંગે મયુર ડેરીના ઇન્તેચાર્જ મેનેજીગ ડીરેક્ટર ભાઈ તેજ્શભાઈ ભુપેન્દ્ર ભાઈ સોની એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી

