મોરબી માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી પર કારખાનેદારને ઉભા રાખી આર્ટિગા કારના ચાલકે પતાવી દેવાની ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. આર્ટિગા કારના ચાલકે રૂ. 23 હજાર પડાવીને ફરાર થઇ ગયો હતો.
મોરબીના નાના મોટા વાહન અકસ્માતના બનાવ બનતા રહે છે અને જોકે કેટલીક ઘટનામાં વાહન ચાલકો વચ્ચે ઉગ્ર ઝઘડો થવાની અને મારા મારી કરવાની ઘટના પણ બનતી હોય છે અને ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લે છે આવી એક ઘટના ગઈ કાલે બની હતી જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રુદ્ર પેલેસ બ્લોક નંબર 702માં રહેતા કારખાનેદાર પરેશભાઈ લક્ષ્મણભાઈ રાવત આજે સવારે પોતાની કાર લઈને પોતાની ફેક્ટરીએ જઇ રહ્યા હતા. ત્યારે જી.જે. એલ. આર. 2451 નંબરની આર્ટિગા કારના ચાલક અવેશ ઘોણીયાએ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડની સાઈડમાં રવિરાજ ચોકડી પાસે કારખાનેદાર પરેશભાઈની કારને ઉભી રખાવીને કહ્યું હતું કે, તારી ગાડીને બ્રેક મારી કાવા કેમ મારે છે, તારા લીધે મારી ગાડી પાછળ રીક્ષા અથડાતા મારી ગાડીમાં નુકસાન થયું છે તેમ કહી કારખાનેદાર પરેશભાઈને પતાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીથી રૂ.23 હજાર રોકડા પડાવીને ફરાર થઇ ગયો હતો. આ બનાવ બાદ કારખાનેદાર પરેશભાઈએ આરોપી આર્ટિગા કારના ચાલક અવેશ ઘોણીયા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

