HomeGujaratજેતપરની ઘોડાધ્રોઈ નદીમાં 38.24 લાખની ખનીજ ચોરીની ઘટનામાં એક શખ્સ સામે ગુન્હો...

જેતપરની ઘોડાધ્રોઈ નદીમાં 38.24 લાખની ખનીજ ચોરીની ઘટનામાં એક શખ્સ સામે ગુન્હો નોધાયો

મોરબી જીલ્લામાં ખનિજ ચોરીની ઘટના સતત વધી રહી હોય જેના કારણે ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સમયાંતરે ઓચિંતું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આવી જ એક ચેકિંગ કામગીરી દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમને બાતમી મળી હતી કે જેતપર ગામ નજીક નદીના પટ્ટમાં મોટા પાયે રેતી ચોરી થતી હોય આ બાતમી આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો અને જેતપર ગમની સીમમાં આવેલ ઘોડાધ્રોઈ નદીના પટ્ટમાં તપાસ કરતા અહી ખાણ ખનીજ વિભાગને મોટા પાયે ખનીજ ચોરી મળી આવી હતી હતી આ ઘટનામાં ખાણ ખનિજ વિભાગની ટીમે રાજકોટ જિલ્લાના અમરગઢ ગામના જયેશભાઇ પોપટભાઇ પાનસુરીયા નામના શખ્સ વિરુદ્ધ રૂ 27.12 લાખની રેતી તેમજ રેતી ચોરી માટેના વાહન તેમજ અન્ય મુદામાલ એમ કુલ 38.24 લાખની કિમતની અંદાજીત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

બનાવ અંગે ખાણ ખનીજ વિભાગના માઈનીગ સુપરવાઈઝર મિતેશભાઇ રામભાઇ ગોજીયાએ આરોપી જયેશ પાનસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ)એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧),૪(૧)(એ), ૨૧(૧)(૨)(૩)(૪)(૫)(૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ,ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ ના તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૭ ના નિયમો મુજબ મોરબી તાલુકા પોલીસે ગુન્હો કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW