HomeGujaratબીપોરજોય નહી દુર નહી ફંટાય, ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે અંબાલાલ પટેલની આગાહી

બીપોરજોય નહી દુર નહી ફંટાય, ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે અંબાલાલ પટેલની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઇ હાલ સોશ્યલ મીડીયામાં તરહ તરહની અફવા ફેલાઈ રહી છે કેટલાક લોકો વાવોઝોડાને સામાન્ય પવન અને વરસાદના સ્વરૂપમાં હોય તેમ માની રહ્યા છે પરંતુ તેની ગંભીરતા વિશે હજુ લોકો દરકાર લઇ રહ્યા નથી તો કેટલાક વાવોઝોડુ દુર ફંટાઈ ગયાની અફવાં ફેલાવી રહય છે હાલ હવામાન વિભગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાત ના દરિયા કાઠે અથડાશે તેવી સંભાવના વ્યક્ત કરી છે સાથે સાથે રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અગમચેતી રૂપે પગલા લેવામાં આવી રહયા છે

તેની સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલ સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી ખુબ જ વધુ રહેશે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો ખતરો હજુ પણ રાજ્ય પર તોળાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થાળાતંર કરવાની કામગીરી કરવાની શરુ છે ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલે 4થી 8 સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતી 150 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડું હાલ ગુજરાતમા નહી ફૂંકાઈ તેવી શક્યતા ઓછી થતા સાવચેત રહેવું જરુરી છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકેહવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું ભીષણ છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ઉપરાંત અનેક ભાગોમાં ખુબ જ તે જ ગતિથી પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તો બીજી તરફ ભરુચ, સુરત, અમરેલી, ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પોરબંદર અને દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. પવન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW