HomeGujaratમોરબી-નવલખી પોર્ટના હાઈવે જમીનના કપાત મુદે ગ્રા.પંચાયતનો વિરોધ,વિશ્વાસમાં લીધા વિના જાહેરાતનો આક્ષેપ

મોરબી-નવલખી પોર્ટના હાઈવે જમીનના કપાત મુદે ગ્રા.પંચાયતનો વિરોધ,વિશ્વાસમાં લીધા વિના જાહેરાતનો આક્ષેપ

મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં આવેલ નવલખી પોર્ટથી પીપળીયા મોરબી ને જોડતા ૧૭ કિમીના હાઇવે નિર્માણ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાજેતરમાં  એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં જણાવાયું હતું કે કેન્દ્રીય સરકાર રાષ્ટ્રીય રાજમાર્ગ પરિવહન અધિનિયમ ૧૯૫૬ અંતર્ગત મોરબી જિલ્લાના નવલખી પોર્ટ પીપળીયા મોરબી સુધીના ફોર લેન કે સિક્સ લેન બનાવવા તેમજ તેના નિભાવ માટે જમીનની જરૂરિયાત હોય જેથી તેના અધિગ્રહણ કામગીરી કરવાના હેતુથી જાહેરાત કરવામાં આવી છે જોકે આ જાહેરાતની કોઈ પણ પ્રકારની જાણકારી વીના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અખબારમાં પ્રસિધ્ધી આપી દેતા આં  સૂચિત હાઇવે માટે આવતા જેપુર, તરઘરી,લૂટાવદર , ખેવારિયા, ખાખરાલા, વનાડિયા, ગોર ખીજડીયા,અમરેલી સહિતના૭ ગામનીકુલ  અંદાજિત ૧૨૩.૮૨ હેકટર જમીન કપાતમાં આવતી હોય જેથી આ અંગે ગ્રામ લોકો સુધી આં અંગે જાણકારી પહોંચતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ૭ ગામના સરપંચ અને ખેડૂતો  રોષ ભેર પ્રાંત કચેરીમાં આવી પહોંચ્યા હતા અને આવા તઘલખી નિર્ણય સામે વિરોધ ઉઠાવ્યો હતો અને આ રીતે કોઈ પણ પ્રકારની ગામ લોકો સાથે વાતચીત કે વિશ્વાસમાં લીધા વિના અને જાણકરી વીના આં રીતે જમીન અધિગ્રહણ ની અખબારમાં જાહેર કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ રોષ ભેર જણાવ્યુ હતુ કે નવો નેશનલ હાઇવે નીકળતો હોય એ માટે ખેડૂતોની ઘણી જમીન કપાતમાં જવાની હોય એવી સરકારે જાહેરાત કરતા આજીવિકા છીનવાઈ જશે. 

ખેડૂતોએ જણાવ્યું હતું કે, જમીન કપાતમાં જાય એટલે અમારી આજીવિકા છીનવાઈ જાય છે. એકબાજુ સરકાર ખેડૂતોના હિતલક્ષી હોવાનો દાવો કરે છે. બીજી બાજુ આવા મનસ્વી નિર્ણય જાહેર કરીને ખેડૂતોની રોજીરોટી ઉપર તરાપ મારે છે. એક ખેડૂતની રોડ ટચ જમીન હોય એને એની જમીન કપાતમાં જાય તો કોથમરી વાવી શકીએ એટલી જગ્યા માંડ બચે જમીન કપાતમાં જાય તો થોડી ઘણી બચેલી જમીનમાં વાવેતર તો થઈ જ ન શકે, ન એ જમીન વેચી શકીએ કે ન એમાં બીજો ધંધો કરી શકીએ, જમીન કપાવવાથી ન ઘરના રહીએ કે ન ઘાટના, ઉપરથી સરકારે જે જાહેરાત કરી છે તેમાં ક્યાં ગામની કેટલી જમીન કપાતમાં જશે અને વળતર ખેડૂતોને કેટલું મળશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આથી આ સ્પષ્ટતા કરવા માટે ખેડૂતોએ આજે પ્રાંત અધિકારીને વાંધા અરજી કરી છે અને ખેડૂતોની આજીવિકા કોઈ કાળે ન છીનવાઈ જાય એ માટે છેક સુધી લડીશું તેવો નીર્ધાર કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW