મોરબી નજીક આવેલ રફાળેશ્વર પાસેના પાટીદાર ફીડર હેઠળના મોટાભાગના ઉદ્યોગો આવતા હોય આ ઉદ્યોગ ઝોનમાં વીજતંત્રની આયોગ્ય કામગીરીના કારણ અવાર નવાર વીજળી જતી રહે છે દિવસમાં અનેક વખત લાઈટ ગુલ થઈ જતા ઉદ્યોગકારો ને ધંધો કેવી રીતે ચાલવી શકે ? આ સમસ્યા એકાદ બે દિવસથી નથી. સતત દોઢ માસથી દિવસમાં ગમે ત્યારે લાઈટ જતી રહે છે. ઉદ્યોગકારોએ ફરીયદ કરી હતી કે સતત વીજળી આવન જાવન થતી હોવાથી તેની ઉત્પાદન ઉપર ભારે અસર પડે છે અને મોટી નુકશાની આવે છે.
લાલપર નજીક આવેલા વીજતંત્રની ઓફિસે અનેક વખત રજુઆત કરી પણ દરેક રજુઆત વીજતંત્ર જાણે તેમનો ફરિયાદ સાંભળી આ વીજ સમસ્યા હલ કરવા માટે વીજતંત્ર ક્યારેય ગંભીર બન્યું નથી. હમેશા કોઈને કોઈ બહાના આગળ ઘરીને સતત વીજ કાપ મૂકવામાં આવતા હોવાનો ઉદ્યોગકાર આક્ષેપ કરી રહ્યા છે તો આ ઉપરાંત તેઓએ જણાવ્યુ હતું કે આ મુદ્દ જે સમસ્યા એક કે બે ફરિયાદનો નિકાલ થવો જોઈએ એવા કેસમાં અનેક રજુઆત કરવા છતાં સમસ્યા હલ ન થઈ જેથી આજે ઉદ્યોગકારોને ધંધો બંધ રાખીને વિજતંત્રની મુખ્ય કચેરીએ મોરચો માંડવાની રજુઆત કરી હતી ત્યારે પણ વીજતંત્રે તેની ફરિયાદનો ઝડપથી નિકાલ લાવવામા આવશે તેવું આશ્વાસન આપી દેતા ઉદ્યોગકારોના નારાજગી જોવા મળી હતી.

