વાંકાનેરના તાલુકામાં ચર્ચિત શિક્ષણ વિભાગમાં બોગસ શિક્ષક ઉભા કરી લાખના પ્રવાસી શિક્ષકના નામે પગાર ઉઘરવવા,શિષ્યવૃત્તિના રૂપિયા ,લક્ષ્મી બોન્ડ અને અન્ય અલગ અલગ શૈક્ષણીક વિભાગના આવતી ગ્રાન્ટ માં 90લાખથી વધુના ચર્ચિત કૌભાંડમાં અંતે પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે .જોકે આ ફરિયાદમાં .માત્ર ત્રણ શિક્ષકો ઉપર ફોજદારી ગુનો દાખલ થયો છે પરંતુ જે અધિકારીની સહીથી લાખોનો ભ્રષ્ટાચાર થયો એમને ક્લીનચીટ આપવામાં આવી હોય તેમને. બચાવી લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
મોરબીના વાંકાનેર શિક્ષણ શાખા વર્ષ – ૨૦૧૭ થી વર્ષ – ૨૦૨૦ સુધી ગરીબ બાળકોને અપાતી શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ, ગરીબ બાળકોને મળતા આર.ટી.ઈ.ના લાભો,નિવૃત થયેલ મૃત્યુ પામેલ શિક્ષકોને અપાયેલ સિલેક્શન ગ્રેડની એરિયર્સની રકમ નિવૃત થયેલ શિક્ષકોના રજાના રોકડ રૂપાંતર બિલો ડબલ વખત જમા કરી જેતે આચાર્ય જે તે શિક્ષક પાસેથી એકાઉન્ટ પે ના ચેક લખાવી,પે સેન્ટરના આચાર્યો બનાવેલ બિલોમાં ફેરફાર કરી ખોટા પગાર બિલો બનાવેલ છે, જેમાં આચાર્યોની સહીઓ વગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સહીઓ કરી એમના મળતીયાઓ અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર,હિમાંશુ પટેલ, મહમદ શેરસિયા, તૌફિક બાદી, અલ્ફાઝ બાદી, બેલાબેન પરમાર, વગેરેના વ્યક્તિગત ખાતે જમા કરી, શિક્ષકો ન હોય એવા તેર જેટલા વ્યક્તિઓના તાલુકા પંચાયતમાંથી પગાર જમા કરી ડીડીઓના કહેવા મુજબ ત્રેપન લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે પણ અમારી પાસે આવેલ આંકડા મુજબ અન્ય એસ.એસ.એ. બી.આર.સી.વગેરે અન્ય વિભાગો મળી ત્રાણું લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે જેની વર્ષ-૨૦૨૦ માં પણ તપાસ થયેલ એ વખતે પણ એક શિક્ષકને બદલીની હળવી સજા કરીને તપાસનું મીંડું વાળું દીધું હતું બસ એવી જ રીતે ચાલુ વર્ષે ઓડિટ પેરાના આધારે છેલ્લા ચાર માસથી તપાસ ચાલતી હતી એ મુજબ દળી દળીને ઢાંકણીમાં એમ માત્ર ત્રણ વ્યક્તિઓ અબ્દુલ શેરસિયા તત્કાલિન બી.આર.સી. અને હાલના સી.આર.સી.કો.ઓ. અરવિંદ પરમાર શિક્ષક અને હિમાંશુ પટેલ શિક્ષક આ ત્રણ વ્યક્તિઓ ઉપર ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ છે પણ જેમની સહીથી જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે,વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં આવેલ ન હોય,નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા,અધિકારી પદાધિકારીઓ દ્વારા બચાવીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ રાખ્યું છે,મળતી માહિતી મુજબ શિક્ષક ત્રિપુટીઓ પાસેથી નિવેદનમાં ધાક-ધમકીઓ આપી લખાવી લીધું છે કે આ ભ્રષ્ટાચારમાં ટીપીઈઓ ક્યાંય સામેલ નથી,આવા બધા હથકંડા અપનાવી ભ્રષ્ટાચાર કરનાર કરાવનારને ફરી એકવાર બચાવી લેવાયા હોવાની ચર્ચા જાગી છે.

