મોરબીના નાગડવાસ નજીક આવેલ સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં દારૂનો જથથો છુપાવેલા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને 1.96લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જોકે બનાવ સમયે દારૂની હેરાફેરી કરનાર શખ્સ ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નાગડાવાસ ગામની સીમમાં ઊંચાસરના માર્ગે આવેલ ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં કુવાના કાંઠે દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં આરોપીની વાડીમાં કુવાના કાંઠે કપાસની સાઠીઓની આડમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની કીમત રૂ 1.96લાખની કિંમતનો 1200 બોટલ વિદેશી મુદામાલ જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગા રહે નાગડાવાસ તા. મોરબી વાળો હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

