ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે.જેના કારણે રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્ય્માં છેલ્લા 48 કલાકથી અલગ અલગ જીલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વિસ્તારમાં તેજ પવન ફૂકાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો
મોરબી જીલ્લામાં પણ આ સાઈકલોનિક સર્ક્યુલેશન સીસ્ટમની અસર જોવા મળી હતી અને સોમવારે સાંજે મોરબી શહેરના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો સાંજના સમયે વાદળ છાયા વતાવરણ વચ્ચે પવન ફૂકાયા બાદ મંગળવારે સવારે પણ તેની અસર જોવા મળી હતી અને સવારે 11 વાગ્યાની આસપાસ અચાનક તેજ પવન ફુકાયો હતો અને જાણે મોરબી શહેર પર ધૂળની આંધી આવી હોય તેમ આંખા શહેરમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું
મોરબીમાં અચાનક ફૂકાયેલા તેજ પવનના કારણે જુના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં તેમજ મયુર બ્રીજ વિસ્તારમાં આવેલ હોર્ડિંગ તૂટી પડ્યા હતા અને હવામાં ફંટાઈ રોડ પર આવી પડ્યા હતા. સદ નસીબે બનાવમાં કોઈ જાન હાની સર્જાઈ ન હતી

