HomeGujaratમોરબીના વીરપરડાની સીમમાં,વાંકાનેર મોટા ભોજપરામાં પશુના ઘાસચારામાં આગ

મોરબીના વીરપરડાની સીમમાં,વાંકાનેર મોટા ભોજપરામાં પશુના ઘાસચારામાં આગ

મોરબી જીલ્લામાં જેમ જેમ ઉનાળો આકરો બની રહ્યો છે તેમ-તેમ આગજનીના બનાવ સતત વધી રહ્યા છે ખાસ કરીને ખુલ્લામાં રાખેલા ઘાસચારા તેમજ સીમ વિસ્તારમાં જાળી ઝાખરા આવી આગની લપેટમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં ગુરુવારે આગની ઘટના બની હતી.

જેમાં પ્રથમ બનાવ મોરબી તાલુકાના વીર પરડા ગામની સીમમાંઆવેલ સુકા બાવળ અને જાળી ઝાખરામ બપોર ના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આ આગે મોટું સ્વરૂપ લઇ લેતા આસપાસ વિસ્તારમાં બાવળ અને અન્ય જાખરા બળીને ખાખ થઈ ગયા હતા ઘટનાની ગામલોકોએ જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગનું પ્રાથમિક કારણ આકરા તડકાઅને પવનના કારણે કુદરતી રીતે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું

આગનો બીજો બનાવ તે સમયે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં આવ્યો હતો જેમાં ભોજપરા ગામમાં આવેલ સીમ વિસ્તારમાં રાખવામાં આવેલ પશુઓને ચારા માં આગ ફાટી નીકળી હતી જે બાદ મોરબી ફાયર વિભાગ ની બીજી એક ટીમ આગની જગ્યાએ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવવા પ્રયાસ કર્યો હતો જોકે આગ એટલી હદે પ્રસરી ગઈ હતી કે તેમાં મોટા પાયે ઘાસચારો બળીને ખાખ થઇ જતા અબોલ જીવનો કોળીયો છીનવાઈ ગયો હતો.આગમાં કોઈ જાન હાની થઇ ન હતી જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘાસના વાડા ઉપરથી પસાર થતી વીજ લાઈનના તણખા પડતા શોક સર્કીટથી થઇ અને તેના તણખાઘાસ પરપડતા આગ લાગી છે જોકે આ અંગે સાચું કારણ તપાસ બાદ જ સામે આવી શકે છે પરંતુ આ ઘટનાથી ઘાસના મોટા જથ્થો બળીને ખાખ થતા માલધારીને મોટા પાયે નુકશાન થયું હોવાનું સામે આવ્યુ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW