HomeGujaratધો.10નું પરિણામ:મોરબી જિલ્લો 75.43 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે,184 પરીક્ષાર્થી A-1...

ધો.10નું પરિણામ:મોરબી જિલ્લો 75.43 ટકા સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે,184 પરીક્ષાર્થી A-1 ગ્રેડ

માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું એક પછી એક ધોરણના પરિણામ જાહેર થઇ રહ્યા છે. અગાઉ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 64.62 ટકા પરિણામ આવ્યું છે જિલ્લા મુજબ જોઈએ તો સુરત જીલ્લો 76.45 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે તો મોરબી જિલ્લાનું 75.43 ટકા પરિણામ સામે આવ્યું છે.અને મોરબી જીલ્લો રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. મોરબી જીલ્લામાં કુલ 11644 પરીક્ષાર્થી નિયમિત ઉમેદવાર તરીકે નોધાયા હતા ને તેમાંથી 8701 છાત્રો ઉતીર્ણ થયા છે. મોરબી જીલ્લામાં 184 પરીક્ષાર્થી એવા છે જેમણે A-1 ગ્રેડ મેળવ્યા છે.

મોરબી જીલ્લાના કેન્દ્ર મુજબ સ્થિતિ જોઈએ તો જીલ્લામાં કુલ 10 પરીક્ષા કેન્દ્ર આવેલા છે જેમાં સૌથી વધુ પરિણામ વાંકાનેર તાલુકાનું પીપળીયા કેન્દ્ર નું નોધાયું છે આ કેન્દ્રમાં કુલ 311 વિદ્યાર્થી નોધાયા હતા જેમાંથી 260 વિદ્યાર્થી ઉતીર્ણ થયા હતા આ ઉપરાંત મોરબી કેન્દ્રમાં 4679 છાત્ર નોધાયા હતા 4658 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 3526 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા વાંકાનેર કેન્દ્રની સ્થિતિ જોઈએ તો વાંકાનેરમાં કેન્દ્રમાં 1088 છાત્ર નોધાયા હતા 1086 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 785 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા અન્ય કેન્દ્ર જોઈએ તો ટંકારા કેન્દ્રમાં 1327 છાત્ર નોધાયા હતા 1314 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 1079 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા જેતપુર મચ્છુમાં કેન્દ્રમાં 294 છાત્ર નોધાયા હતા 287છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 175 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા સિંધાવદર કેન્દ્રમાં244 છાત્ર નોધાયા હતા 244 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 191 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા. હળવદ કેન્દ્રમાં 2117 છાત્ર નોધાયા હતા 2101 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 1583 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા ચંદ્રપૂર કેન્દ્રમાં 657 પરીક્ષાર્થી નો ધાયા હતા 649 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 435 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા. પીપળીયા કેન્દ્રમાં 552 છાત્ર નોધાયા હતા 541 છાત્રોએ પરીક્ષા આપી જેમાંથી 395 પરીક્ષાર્થી ઉતીર્ણ થયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW