શહેરના વિકાસ માટે ટીપી લાવીશું સરકાર કોઈની જમીન નહી પડાવે
મોરબી શહેરના છેવાડાના વાડી વિસ્તારમાં લાંબા સમયથી નળ વાટે પીવાના પાણી આપવાની વર્ષો જૂની માંગણી હતી જે માંગણી ને લઇ આજે 9 કરોડના ખર્ચે પાઈપ લાઈન પાથરવાની કામગીરીનું મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણી અને ભાજપ આગેવાનો સહિતનાની હાજરીમાં ખાત મુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા આ વિસ્તારના વિકાસ કામ ને લઇ વાતો કરી હતી અને તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હોય તેમજ એક વર્ષમાં સમગ્ર વાડી વિસ્તારમાં પીવાના પાણીની નવી પાઈપ લાઈન પાથરી નળ વાટે પાણી પૂરું પાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ સિવાય તેમના વિસ્તારમાં ગેસ લાઈન મળશે તેવી પણ ખાતરી આપી હતી

ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમ દરમિયાન શહેરના વિકાસની ગતિ ધીમી પડવા મુદે જણાવાયું હતુંકે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ મવડા લાગુ કરવા મક્કમ હતા પરંતુ કેટલાક લોકો દ્વારા તમારી જમીન સરકાર લઈ લેશે તેવો ડર બતાવી મવડા લાગુ ન કરાવ્યું આ મવડા નાબુદ થવાથી મોરબી અને વાકાનેર શહેર નો વિકાસ અટકી પડ્યો છે ભૂતકાળમાં જે થયું હવે આવી ભૂલ ન કરતા તેવી ટકોર કરી હતી અને અઆગામી વર્ષોમાં શહેરમાં ટીપી સ્કીમ લાગુ કરવા સરકારમાં પ્રયાસ કરી રહ્યા છીએ ટીપી સ્કીમ લાગુ થવાથી શહેરમાં નિયમ મુજબ રોડ રસ્તા બગીચા તેમજ બાંધકામ થશે અને તેના માટે જમીનની જરૂર હશે તો સરકાર જેટલી જમીન લીધી હશે તે જમીન અન્ય જગ્યાએ ફાળવશે સરકાર કોઈની જમીન નહી પડાવી લે તેવી ખાતરી આપી હતી
આ કાર્યક્રમમાં ધારાસભ્યે જીલ્લામાં કેટલાક તત્વો દ્વારા કીમતી જમીન ખેડૂતોને છેતરી સસ્તા ભાવે ખરીદી લઈ તેમની સાથે છેતરપીડી કરી હોવાનું જણાવ્યું હતું જેથી તેઓએ ખેડૂતોને તેમની કિમતી જમીન આવી રીતે કોઈ ફ્રોડ કરનારના ચક્કરમાં ન આવવાં જણાવ્યું હતું ખાસ કરીને કોઈ છેતરપીંડી કરનાર શખ્સ તમને પહેલા બજાર ભાવ કરતા વધુ રકમ દેખાડે અને પછી તમારી સાથે ફ્રોડ કરે તેનથી બચવું તેમ વાડી માલિકોને ચેતવ્યા હતા

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વાડી વિસ્તારમાં વીજળી, શાળાઓ, રસ્તા વગેરે સુવિધા ઉભી કરાઈ છે, અહીં હાલ 22 શાળાઓ કાર્યરત છે. કોન્ટ્રાક્ટરને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતા જણાવ્યું હતું કે, વાડી વિસ્તારના લોકો હેરાન ન થાય તે રીતે કાર્ય પૂર્ણ થવું જોઈએ. પ્રજાના પૈસા 100 ટકા વિકાસકાર્યોમાં વાપરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ, ગટરનું કામ તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થા વગેરે કાર્યો કરવામાં આવનાર છે. આગામી સમયમાં ત્રણ લાખ રોપા વાવવાનું લક્ષ્ય અમે રાખ્યું છે અને જિલ્લાના વિવિધ સ્થળોએ આ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે. વિકાસકાર્યોની સાથે નગરપાલિકાનો ખર્ચ કેવી રીતે ઓછો થાય તે તરફ પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. મોરબી શહેર માટે ટૂંક સમયમાં નગરપાલિકાના કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે અંગે પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ ન થાય તે માટે પણ અમે જવાબદારી ઉઠાવીશું. આ તકે નવા ટાઉન પ્લાનિંગમાં શહેરીજનોને સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.
વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને વિકાસના પંથે લઈ જવાની જવાબદારી અમારી છે. ગુનાહીત કૃત્યો, ગેરરીતી તેમજ ભ્રષ્ટાચાર જરા પણ ચલાવી નહીં લેવાય, જિલ્લામાં સુશાસન જળવાઈ રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

