HomeGujaratમોરબીના સિરામિક ફેકટરીમાં મજૂરી કરતી યુવતી પર તેના સંબંધીએ દુષ્કર્મ આચર્યુ

મોરબીના સિરામિક ફેકટરીમાં મજૂરી કરતી યુવતી પર તેના સંબંધીએ દુષ્કર્મ આચર્યુ

મધ્ય પ્રદેશમાં ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે ઝીરો એફઆઇ આર લઇ કરી તપાસ

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કરતી યુવતી ઉપર તેના ભાઈના સાઢુંભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે, દુષ્કર્મ બાદ ભોગ બનનારના પરિવારે વતન મધ્યપ્રદેશમાં જઈને ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ બનાવની મધ્યપ્રદેશથી ફરિયાદ આવતા મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરવીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક સીરામીક યુનિટમાં રહેતી અને પરિવાર સાથે મજૂરી કામ કરતી22 વર્ષીય યુવતી ઉપર તેના પરિવારના સબંધી પંકેશ વાગરૂભાઈ નિનામાં નામના શખ્સે બળજબરીથી અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીનો પરિવાર આ ઘટના બની એના એક અઠવાડિયા પહેલા જ મોરબી નજીક આ સીરામીક યુનિટમાં મજૂરી કામ કરવા આવ્યા હતા. જેમાં યુવતીના ભાઈનો સાઢુંભાઈ એવો આરોપી પંકેશ વાગરૂભાઈ નિનામાં તે જ સીરામીક ફેકટરીમાં જ મજૂરી કરતો હોય સંબંધીના નાતે આ યુવતીના પરિવારને તે સીરામીક કારખાનામાં મજૂરી કામના બહાને લાવી યુવતી ઉપર નજર બગાડી અને સંબંધો પર કલંક લગાવી દુષ્કર્મ આચર્યું હતું. આથી યુવતીએ પરિવારને આ દુષ્કર્મની વાત કરતા ઘટના બન્યા બાદ જે તે સમયે આ ભોગ બનનાર અને તેનો પરિવાર વતન મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. અને મધ્યપ્રદેશમાંથી આ બનાવની ફરિયાદ નોંધાવતા જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે આ બનાવનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, યુવતીનો પરિવાર હજુ મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW