HomeGujaratમોરબી: સિરામીક ઉદ્યોગને મળી વધુ એક રાહત ગુજરાત ગેસે આપી રૂ.૫ના ઘટાડાની...

મોરબી: સિરામીક ઉદ્યોગને મળી વધુ એક રાહત ગુજરાત ગેસે આપી રૂ.૫ના ઘટાડાની રાહત

મોરબીના સિરામિક ઉદ્યોગમાં દિન પ્રતિદિન વધી રહેલ ઉત્પાદન ખર્ચના કારણે અનેક ફેકટરી લાંબા સમયથી બજારમાં ટકી રહેવા મથી રહ્યા છે. કેટલીક ફેકટરીઓએ ઊત્પાદન બંધ કરી દીધું હતું તો ઘણી બધી ફેકટરી એવી છે કાયમી ધોરણે બંધ થઇ હતી ત્યારે સિરામિક ઉદ્યોગ જગત લાંબા સમયથી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા હતા .તાજેતરમાં સીએમની મોરબી મુલાકાત સમયે પણ ઉદ્યોગકારો એ તેમનાપ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં ગેસ. ભાવ ઘટાડાની પણ માગણી કરવામાં આવી હતી.સીએમની મુલાકાત સિરામિક ઉદ્યોને તાત્કાલિક ફળી હોય તેમ ગેસના ભાવોમાં ૫ રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવતા ઉદ્યોગપતિઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરી ઉધોગને રાહત આપવામાં આવી છે જેમાં પાંચ રૂપિયા ભાવ ઘટતા અગાઉ ૪૫.૯૧ રૂપિયાના ભવે મળતો ગેસ હવે ૪૦.૮૬ રૂપિયાના ભાવથી મળશે જેમાં ૬ ટકા વેટ ગણીને નવો ભાવ ૪૩.૫૦ રૂપિયા થયો છે એક મહિનાના mgo કરનાર સિરામિક એકમને આ ભાવથી ગેસ મળશે તો ત્રણ માસનો mgo કરનાર એકમોને પણ ભાવઘટાડાનો લાભ મળશે તે ઉપરાંત નોન એમજીઓ એકમો માટે અગાઉ ૫૮.૭૯ રૂપિયા ભાવ હતો જે ઘટીને ૫૩.૭૯ થયો છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW