મોરબી નગરપાલિકા સૌરાષ્ટ્ર ની મોટી નગરપાલિકાઓ પૈકીની એક છે. તો ઔધોગિક ક્ષેત્રે આગવી નામના ધરાવતા શહેરમાં વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે. જેની સામે નગરપાલીકા અને તેના અધિકારી પદાધીકારીઓ સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા કોઈ આયોજન પણ નથી જેથી શહેરના વિકાસ માટે મહાનગર પાલિકા બનવી જરૂરી છે. મોરબીમાં આગેવાનો માત્ર મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે તેવી વાતો સાંભળવા મળી છે પરંતુ કોઈ સરકાર તરફથી કોઈ જાહેરાત ક રવામા આવી નથી ત્યારે મોરબીના સામાજિક અગ્રણી અને કોંગી આગેવાન કે ડી બાવરવા એ મુખ્ય મંત્રીને આવેદન પત્ર આપ્યું હતું અને માગણી કરી હતી કે મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં તબદીલ કરવામાં આવે. હાલ મોરબી શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે જો મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ ઘર આંગણે શક્ય બની શકે તેમ છે. હાલ મોરબીના લોકોને યોગ્ય સુવિધાઓ મળતી નથી ત્યારે મોરબીની આસપાસના ગામો જેવા કે રવાપર, શનાળા, વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ત્રાજપર, ભડિયાદ, લીલાપર વગેરેને ભેળવીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

