ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં આવેલ સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષની જમીનમાં દાટી દેવાયેલી લાશ મળી આવી હતી જેના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. લાશ અંગેની જાણકારી સોમવારે સવારના સમયે થઇ હતી જયારે સીમ વિસ્તારમાં કેટલાક રખડતા જાનવરે દાટેલી લાશ બાહર કાઢી તેને ચુથતા હોવાથી તીવ્ર દુર્ગધ આવતા સ્થાનિકો ત્યાં તપાસ કરતા કોઈ અજાણ્યા પુરૂષની લાશ હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી જે બાદ ટંકારા પોલીસની ટીમ અને મામલતદાર કેતન સખીયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી મૃત દેહ ફોરેન્સિક પીએમ એમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવી હતી.
બનાવ અંગે હાલ ટંકારા પોલીસે એડી નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે હાલ આ બનાવમાં પોલીસ હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે મૃતક પ્રાથમિક દ્રષ્ટીએ પર પ્રાંતીય હોવાની સંભાવાના સેવાઈ રહી છે. ત્યારે આ અંગે પોલીસ મૃતક કોણ છે અને તેની હત્યા થઇ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે

