વાંકાનેર તાલુકાના હસનપર ગામના એક યુવાને ત્રણ વર્ષ પહેલા ગામની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના કૌટુંબિક સગાઓએ યુવાન પર ઉપર હુમલો કર્યો હતો. આ દરમીયાન વચ્ચે બચાવવા પડેલ અન્ય બે લોકોને પણ ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.બનાવ અંગે વાકનર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે ભરતભાઈ સતાભાઈ મૂંધવા ઉપર આરોપી પરબત નાજાભાઈ, મશરૂ નાજાભાઈ, વિશાલ પરબતભાઇ, વિક્રમ પરબતભાઇ, બધાભાઈ હિન્દુભાઈ અને છગનભાઇ નાજાભાઈના મોટા દીકરા સહિતના બે અજાણ્યા શખ્સો. વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

