HomeGujaratટંકારાના હડમતિયામાં વીજલાઈનમાં થયેલ શોક સર્કીટથી તણખલો ખેતરમાં પડતા આગ ભભૂકી

ટંકારાના હડમતિયામાં વીજલાઈનમાં થયેલ શોક સર્કીટથી તણખલો ખેતરમાં પડતા આગ ભભૂકી

ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં આવેલ વાડીમાં ખેડ્તે દોઢ વીઘામાં કડબનું વાવેતર કર્યું હતું અને આ કડબ તૈયાર પણ થઇ ગયો હતો.આ તૈયાર પાક પર ખેતર પરથી પસાર થતી વીજ લાઈનના શોક સર્કીટના કારણે તણખા ઝળ્યા હતા અને આખા ખેતરમાં આગ ફાટી નીકળી હતી આ બનાવમાં મોટા પાયે કડબનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આવેલ કામરીયા મુળજીભાઈ તરશીભાઈએ વાડીમાં દોઢ વીઘા જમીનમાં કડબનું વાવેતર કર્યું હતું આ ખેતર પરથી હેવી વીજ લાઈન પસાર થતી હોય દરમીયાન બપોરના સમયે અચાનક વિજ લાઈનમાં શોક સર્કીટ થતા કડબમાં આગ ફાટી નીકડી હતી બનાવની જાણ થતા મજુર દ્વારા મુળજીભાઈને જાણ કરતા તેઓ વાડીએ આવી પહોચ્યા હતા અને વધેલ કડબ બચાવવા પ્રયાસ કર્યો હતો જોકે તેઓ વધુ કડબ બચાવી શક્યા ન હતા અને તેમની નજર સામે કડબનો મોટો જ્થ્થો બળીને ખાખ થઇ ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW