મોરબી જિલ્લામાં સતત વધી રહ્યાં છે.કેસ વચ્ચે રવિવારે 376 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 17 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ તમામ દર્દી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા હતા બાકીના 3 નગરપાલિકા વિસ્તાર કે 4 તાલુકા પંચાયત વિસ્તારમા એક પણ નવા કેસ આવ્યા ન હતા. જીલ્લામાં માત્ર એક દર્દી ડિસ્ચાચાર્જ જાહેર કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 94 પર પહોચી ગયો હતો.આજે નોંધાયેલ નવા કેસ સાથે જિલ્લામાં 11437દર્દી પોઝિટિવ નોંધાયા છે જેમાંથી 10993 સ્વસ્થ થઈ ગયા છે.

