દેશમાં કોરોનાની નવી લ્હેરે દસ્તક દઈ દીધી છે અને દિન પ્રતિદિન કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.ગુજરાતમાં પણ મહાનગરથી લઇ ગામડા સુધી ફરી એકવાર કોરોના કેસે રફતાર પકડી હોય તેમ દરરોજ કેસની સંખ્યા વધી છે મોરબી જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં બુધવારે 17 નવા કેસ સામે આવ્યા હતા તો ગુરુવારે 18 નવા કેસ સામે આવ્યા છે.જીલ્લામાં 671 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 18 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ સૌથી વધુ મોરબીમાં જોવા મળ્યા છે મોરબી શહેરમાં 6 નવા દર્દી કોરોના પોઝીટીવ આવ્યા તો ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસ આવ્યા હતા આ ઉપરાંત 1 કેસ હળવદ માં આવ્યો હતો અન્ય એક પણ તાલુકામાં નવો કેસ નોધાયો ન હતો.
જિલ્લામાં ગુરુવારે એક પણ દર્દી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા નથી આ તમામ દર્દીની સ્થિતિ સારી હોવાથી હોમ ક્વોરોન્ટઇન કરવામાં આવ્યા છે. માત્ર બે દિવસમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 38નો આંકડો વટાવી ગયો હતો

