મોરબીના ઘૂટુંથી ઉચી માંડલ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવકની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
મૃતકની ઓળખ થઇ શકી નથી પોલીસે મૃતકનો ફોટો જાહેર કરી ઓળખ મેળવવા પ્રયાસ કર્યા છે મરણ જનારે મહેદી કલરનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરલ છે તેમજ હળવદ તરફ આવેલ કોઈ ફેકટરીમાં કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે તાલુકા પોલીસ દ્વારા હાલ એડી નોધી મૃતકના ઓળખ માટે તજવીજ હાથ ધરી છે કોઈ પણ વ્યક્તિને તેના પરિવારજનો વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળે તો હેડ કોન્સ્ટેબલ જે પી વસીયાણી ૯૮૨૫૫ ૮૫૪૮૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે

