HomeNationalખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અને તેના 6 સાથીની ધરપકડ: પોલીસે દોઢ કલાક પીછો...

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અને તેના 6 સાથીની ધરપકડ: પોલીસે દોઢ કલાક પીછો કરીને ઝડપી લીધો, પંજાબમાં ઈન્ટરનેટ બંધ

પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સામે શનિવારે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે અમૃતપાલ સિંહ સહીત તેના 6 સાથીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ જલંધરના શાહકોટ મલસિયામાંથી કરવામાં આવી છે, જ્યારે અમૃતપાલ સિંહ પોતે અન્ય એક કારમાં ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે તેનો પીછો કરીતે તેને ઝડપી લીધો હતો.આ સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા પંજાબના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

હાલમાં અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે. જેમાંથી બે અજનાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસ ઘણા સમયથી તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી હતી. એવી માહિતી છે કે આજે અમૃતપાલ સિંહ તરફથી જલંધરના શાહકોટ માલસિયામાંથી ખાલસા વહિરને બહાર કાઢવાના હતા. ગુરુદ્વારા સાહિબ ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ રહ્યા હતા. પરંતુ સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેમના કાફલાનો પીછો કરી રહી હતી. જ્યારે કાફલો શાહકોટ પહોંચ્યો ત્યારે પોલીસ ફોર્સે તેને ઘેરી લીધો હતો.

અમૃતપાલ સિંહની બે ગાડીઓમાં સવાર 6 લોકોએ પકડી લીધા હતા, જ્યારે અમૃતપાલ તેની મર્સિડીઝમાં ભાગી રહ્યો હતો, ત્યારે પોલીસે પીછો કરીને તેને પણ ઝડપી લીધો હતો. પોલીસે તમામ 6 પકડાયેલા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.

જલંધર અને મોગા પોલીસની જોઈન્ટ કાર્યવાહી અત્યારે જાલંધર અને મોગા પોલીસની જોઈન્ટ કાર્યવાહી ચાલી રહી છે. અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે લગભગ 100 ડેટલી ગાડીઓ તેનો પીછો કરી રહી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW