મોરબીની એલ ઈ કોલેજ ખાતે તા 15 ના રોજ SSIP 2.0(sensitization program )અને need of IPR to meet the various agendas of G-20 વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર જી ટી પંડ્યાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઇનોવેટીવ આઈડિયાને બિઝનસ સુધી કેવી રીતે પહોચાડવા માટે SSIP 2.0 ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ યોજના વધુને વધુ વિધાર્થીઓ સુધી પહોચે અને તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું અને તેમાં બનતી મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તત્પર રહેશે તેવી પણ ખાતરી આપી હતી એલ ઈ કોલેજના આચાર્ય ડો બી એન સુથારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડો બી એન સુથારના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર અને SSIPના કોર્ડિનેટર ડો એન એમ ભટ્ટ દ્વારા SSIP યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં રાજકોટ એન્જીનીયરીંગ કોલેજ,AVPTI,મોરબીની ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય અને સંસ્થાના SSIP કોર્ડીનેટર ઉપરાંત મોરબીની શાળા કોલેજના આચાર્યો પ્રોફેસર સહિતના 125 જેટલા શિક્ષણ વિદ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું

