હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રાયસિંગભાઈ સીપરા અને તેમના પત્ની જયાબેન રાયસીંગભાઇ સીપરા ધાંગધ્રાના વરતપુર ગામે લગ્નમાં ગયા હતા પ્અરસંગ પૂરો કરી ગુરુવારે હેલી સવારે બાઇક પર રાણેકપર પાછા આવી રહ્યા હતા તે સમયે ધ્રાંગધ્રા હળવદ હા ઇ-વે પર જીઆઇડીસી નજીક પાછળથી આવતી MH 5 Az 0090 નંબરના બોલેરો બાઇકને પાછળથી ઠોકર મારી હતી ઘટનામાં દંપતી નીચે પટકાતા બન્નેને ગંભીર ઈજા પહોચી હતી બનાવમાં બાઈક પાછળ બેઠેલા જયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે રાયસીંગભાઇને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં કરાયા હતા બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

