રાજ્યભરમાં હાલ શિયાળુ પાક બજારમાં આવવા લાગ્યો છે ખાસ કરીને ડુંગળીની આવક ખુબ વધી છે સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડમાં ડુંગળી આવતા ભાવ સાવ તળીયે જતા રહ્યા છે ખેડૂતો પાસે થી વેપારીઓ પાસેથી સાવ તળિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ડુંગળીની પડતર કિમત પણ નીકળતી નથી ત્રણ મહિનાની મહેનત, બિયારણ, ખાતર અને મજુરી સહિતનો ખર્ચ કર્યા બાદ સારા ભાવની આશાએ યાર્ડમાં લાવે છે પરંતુ અહી ખેડૂતોનું શોષણ થઇ રહ્યું હોય તેમ એટલી હદે નીચા ભાવે તેમના પાકની ખરીદી કરે છે કે ખેડૂતોને રાતા પાણીએ રોવું પડે તેટલી નુકશાની સહન કરવી પડે છે એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોને બમણી આવક કરવાના મસમોટા સપના દેખાડે છે બીજી તરફ ખેડૂતોને તેની મહેનતનું મહેનતાણું પુરતું ન મળતા આજે મોરબી કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ કૃષિ મંત્રીને પત્ર લખી રોષ ઠાલવ્યો હતો અને પૂરતા ભાવે ખેડૂતોની ડુંગળી સહિતના પાકની ખરીદી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે

