HomeGujaratનેકનામમાં ભુમાંફીયાઓએ પંચાયતની જમીનમાં દુકાનો ખડકી દીધી,3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો...

નેકનામમાં ભુમાંફીયાઓએ પંચાયતની જમીનમાં દુકાનો ખડકી દીધી,3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોધાયો

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન સરકારી જ્મીન પર ગેર કાયદે દબાણ વધી રહ્યું છે કેટલાક તત્વો તો એવા છે જે ગ્રામ પંચાયતની જમીનને માલિકીની જમીન હોય તેમ દુકાનો ખડકી દઈ ભાડે દઈ કમાણી કરવા લાગે છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં સરપંચથી લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે તેના પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી કેટલાક સંજોગોમાં ગામ લોકોના વિરોધ બાદ અથવા ઉચ્ચ કક્ષાએથી દબાણ આવે તો તંત્ર દબાણ દુર કરવા કાર્યવાહી હાથ ધરતી હોય તેવા પણ આક્ષેપ થતા રહે છે

ત્યારે ટંકારા તાલુકાના નેકનામમાં આવું એક દબાણ સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલસરકારી ખરાબાની 36 ચોરસ મીટર જમીન પર ગામના શક્તિ સિંહ ઉર્ફે કૃષ્ણસિંહ ભાવુભા ઝાલા યુવરાજસિંહ ઉર્ફે વીરેન્દ્રસિંહ ભાવુભા ઝાલા તેમજ કુલદીપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભાવુભા ઝાલા નામના ત્રણ ભાઈઓએ અહી ગેર કાયદે દબાણ કર્યું હતું અને ગેર કાયદે કોઈ પણ પ્રકારની મંજુરી વિના દુકાનો ઉભી કરી દીધી હતી આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ જતા ટંકારા મામલતદાર દ્વારા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોધાવી હતી આ અંગે [પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW