મોરબીના સિરામિક ઉધોગ ઝોનમાં આવેલ સિરામિક પ્લાઝામાં એક સાથે 30થી વધુ દુકાનના શટર ગેરકાયદે ઉચકી તેમાં ચોરીનો પ્રયાસ થયો હતો જે ઘટનામાં પોલીસ તસ્કરો સુધી પહોચે તે પહેલા વધુ એક સ્થળે તસ્કરો ફરી એકવાર આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને સિરામિક પ્લાઝા નજીક આવેલ શક્તિ ચેમ્બર પ્લાઝા 1 અને 2 માં આવેલ દુકાનોને નિશાન બનાવી હતી અને આ વીસ્તારમાં આવેલ દુકાનોના શટર ઉચકી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી શક્તિ ચેમ્બર દુકાન ધરાવતા વેપારીઓએ દાવો કર્યો હતો કે બન્ને કોમ્પ્લેક્સ મળી 20થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા અને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે મોટા ભાગની દુકાનમાં કોઈ મોટી રકમ હાથમાં આવી ન હતી માત્ર મિલનભાઈ ભીમાણી નામના વેપારીની ક્લિક ટાઈ નામની દુકાનમાંથી 2200 જેટલી રોકડ રકમ પડી હતી તે ગાયબ થઇ ગઈ હતી બનાવ અગ્ને મિલનભાઈએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે

