HomeGujaratમોરબી જસમતગઢમાં ધંધાકીય બાબતે મનદુઃખ રાખી યુવક પર 4 શખ્સનો હુમલો

મોરબી જસમતગઢમાં ધંધાકીય બાબતે મનદુઃખ રાખી યુવક પર 4 શખ્સનો હુમલો

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલી નગરમાં રહેતા મૂળ કચ્છ જિલ્લાના ભચાઉનાં વતની તૈયબભાઈ ગુલમામદભાઈ માણેકે મોરબી તાલુકા પોલીસ મથકમાં નિજામભાઇ ફતેમામદભાઇ મોવર,હાજીભાઇ ફતેમામદભાઇ મોવર,ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર ,મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી તાલુકાના જસમત ગઢ ગામની સીમમાં આવેલ પાવડિયારી કેનાલ નજીક માર્કેટ વિસ્તાર આરોપી નીજામે પોતાના કાકાને મૂર્ગીનો થડો નાખવાનુ કહી તૈયબભાઈ સાથે ઝઘડો કર્યો હતો.તેના પર ચારેય શખ્સોએ સાથે મળી ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આઇપીસી 323,324,325,504 અને 114 અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW