રાજ્યભરમાં વ્યાજ ખોરના ત્રાસથી લોકોને મુકિત આપાવવા ગૃહ વિભાગ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને વ્યાજે લોન આપ્યા બાદ મોટી રકમ ની ઉઘરાણી કરતા હોય ચેહ બદલામાં કોરા ચેક લખાવવા, વાહનો પડાવી લેવા તેમજધાક ધમકી આપવા પહોચી જતા હોય છે કેટલાક કેસમાં તો લોન લેનાર ગામ છોડવા મજબુર થઇ ગયા હતા રાજ્યભરમાં પોલીસે આં અંગે ઝુંબેશ ઉપાડી વ્યાજ ખોરો પર કડક એક્શન લીધા હતા મોરબીમાં પણ વ્યાજખોરોપર કડક એક્શન લેવાઈ હતીએ ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોધી તેઓની ધરપકડ હાથ ધરવામાં આવી હતી
આ ઉપરાંત પોલીસે માત્ર વ્યાજખોરો પર કડક એક્શન લેવાની સાથે સાથે ભોગ બનનાર લોકો આ ઝંઝટ માંથી છૂટે તેવા પ્રયાસ કર્યા હતા. મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં અગાઉ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના માર્ગદશન માં સરકારી અને અર્ધ સરકારી બેંક ના અધિકારીઓના સયુક્ત પ્રયાસથી મેળાનું આયોજન કરાયું હતું. જે માં અલગ અલગ અરજદારોએ અરજી કરી હતી આં અરજી આધારે 123 અરજદારોની લોન અરજી મંજુર થઇ જતા આજે મોરબી એ ડીવીઝન પોલીસ મથક વીસ્તારમાં આવતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ લોન મંજુરી પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠિ, ઉપરાંત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરિયા ઉપરાંત અલગ અલગ અધિકારી પદાધીકારો હાજર રહી જેમની લોન મંજુર થઇ હતી તેવા 123 અરજદારોને 2.68 કરોડની લોન મંજુરી પત્ર આપવામાં આવ્યા હતા હતા

