HomeGujaratભુજ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ મોરબીના શિક્ષકને એવોર્ડ

ભુજ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ મોરબીના શિક્ષકને એવોર્ડ


ગુજરાતમાં ભુજ કચ્છ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું 18-19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે દિવસીય આયોજન રાજ્ય ગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં શિક્ષણક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ ઉપરાંત શાળા કામગીરી સિવાય વિશેષ પ્રવૃત્તિ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શિક્ષક પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી કમિટી દ્વારા આવા શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
જેમાં ખાખરાળાના વતની અને હાલ મોરબી જિલ્લામાં નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ શિક્ષક અશોક કુમાર મહાદેવભાઈ કાંજીયાની પસંદગી આ એવોર્ડ માટે કરવામાંઆવી હતી.જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે.જેને કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે-સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી. જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા,વિષય વસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ,રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી,GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ તેમજ તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે.શિક્ષણની સાથે-સાથે તેઓ હંમેશા સેવાકીયપ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે.
તેઓના આ પ્રકારના ઇનોવેટીવ શિક્ષણ કાર્યપદ્ધતિથી તેઓને જુદા-જુદા દશેક જેટલાં વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યાછે.
તેમને મળેલ આ ઇન્ટરનેશનલ એવોર્ડથી શિક્ષણ જગતમાં પોતાની શાળા ઉપરાંત મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW