HomeGujaratમોરબીના વેપારીભાઈઓનું થયું યુપીમાં અપહરણ, કાંતિભાઈ બન્યા દેવદૂત

મોરબીના વેપારીભાઈઓનું થયું યુપીમાં અપહરણ, કાંતિભાઈ બન્યા દેવદૂત

આજના સમયમાં સોશ્યલ મીડિયાની હાજરી જીવન દરેક ક્ષેત્રમાં પહોચી ચુકી છે આજે સોશ્યલ મીડિયા માત્ર દુર રહેતા લોકોનો સંપર્ક કરવા જ નહી પરંતુ દુનિયાના કોઈ ખૂણામાં રહેલી યુવક-યુવતી એક બીજાના સંપર્કમાં આવી લગ્ન કર્યા હોય તેવી ઘટના પણ ઘટી છે. આજના સમયમાં સોશ્યલ મીડિયાથી છુપાયેલ પ્રતિભાને બહાર લાવી રાતો રાત સ્ટાર બની યુવા ધનના દિલ દિમાગમાં છવાઈ ગયા છે લોકો ઘરમાં બેઠા જ કોઈ પણ પસંદગીની ચીજ પ્રસિદ્ધ હોટેલથી મગાવી વાનગીનો સ્વાદ માણી રહ્યા છે દેશ દુનિયાના ખૂણામાં રહેલા દેવ સ્થાનોના ઘરમાં બેઠા લાઇવ દર્શન કરી રહ્યા છે કોઈ પણ જ્ઞાન વિજ્ઞાનની માહિતી ગણતરીની સેકન્ડ મળી જાય છે .કોરોનાના દૌરમાં સોશ્યલ મીડિયા થકી ઘરે બેઠા શિક્ષણ મેળવ્યું હતું જોવામાં આવી રહ્યું છે કે હવે અબજોનો વેપાર હવે ઓફ લાઈન થી ઓનલાઈન થઇ ગયા છે આજના સમયમાં ઘરમાં બેઠા ઓફીસના ખોટા ખર્ચ વિના એક લેપટોપ અને ખુરશીથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે કહેવાનો અર્થે છે કે સોશ્યલ મીડિયા આપણા જીવનનો એક પ્રમુખ ભાગ બની ગયા છે અને મોબાઈલથી પૂરી દુનિયા એક મુઠીમાં આવી ગઈ છે

આવા સમય અપરાધી સોશ્યલ મીડિયા કેવી રીતે પાછળ રહી છે ?આજના સમયમાં સાયબર ફ્રોડથી બચાવવા પોલીસે સાયબર સેલ શરુ કરવામાં આવ્યા છે અને જેમાં પ્રોફેશનલ લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમ છતાં દેશભરમાં સાયબર ક્રાઈમના ગુના અટકવાનું નામ લેતા નથી આવી જ એક ઘટનાનો શિકાર મોરબીના વેપારી ભાઈઓ બન્યા છે

મોરબીના રંગપર ગામના વતની હિતેશભાઈ બાબુભાઈ રામાવતના પિતરાઈ ભાઈ અતુલભાઈ રામાવતને એલ્યુમીનીયમનો માલ સસ્તામાં આપવાની લાલચ આપી ઉતરપ્રદેશ બોલાવ્યા હતા અને તેમનું ભેજાબાજોએ અપહરણ કરી લીધું હતું વેપારી યુવાને એનકેન રીતે તેમના પરિવારને તેમની સાથે બનેલ ઘટના વિશે જાણ કરતા પરિવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કર્યો હતો. જે બાદ કાંતિભાઈએ યુપી સરકાર સાથે સીધો સંપર્ક સાધી પોલીસની મદદથી બેનને વેપારી યુવકોને અપહરણકારો પાસેથી હેમખેમ છોડાવી મોરબી લાવ્યા હતા અને યુવકો માટે દેવદૂત સમાન બની ગયા હતા.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામમાં રહતા અને લાતી પ્લોટમાં રહેતા હિતેશભાઈ બાબુલાલભાઈ રામાવતના પિતરાઈભાઈ અતુલભાઈને એલ્યુમીનીયમ સેક્શનનું કામ હોય જેથી તેઓ સસ્તામાં સારા માલની શોધમાં હતા. જેથી તેમણે ઇન્ડિયા માર્ટ વેબસાઈટથી આવા વેપારીનો સંપર્ક કાઢતા તેમને ઓનલાઈનમાં ઉતરપ્રદેશના મથુરા જિલ્લાના કોશીકલાના ઇન્ડસ્ટ્રીયલ એરિયા મેટલ ગ્રેસ એન્ડ મિનરલ નામની પેઢીનો નંબર મળ્યો હતો. જેમાં પેઢીના અશોક કુમાર નામની વ્યક્તિ સાથે વાતચીત કરતા સામેથી તેમની પાસે મોટા પ્રમાણમાં સારી ગુણવતામાં એલ્યુમીનીયમ મટીરીયલ પડ્યું હોવાનું જણાવ્યું હતું અને જો તમારે આ મટીરીયલ લેવું હોય તો યુપી આવી જાઓ તેમ કહી વિશ્વાસમાં લીધા હતા લોકોની વાતોથી પ્રભાવિત થઇ બને ભાઈઓ ગત તા ૬ ફેબ્રુઆરીના રોજ રાત્રે દિલ્હી ગયા હતા જ્યાં અગાઉથી આ શખ્સોએ તેમના માટે હોટલ બુક કરાવી રાખી હતી તેઓએ ફોનમાં જણાવ્યું હતું કે સવારે તેમના મેનજર અને ડ્રાઈવર તેમને લેવા આવી જશે 7 વાગ્યે તૈયાર રહેજો જોકે હિતેશ ભાઈએ જણાવ્યું હતું કે તેઓને સમય લાગશે જેથી આરોપીઓએ તેમને હોટેલમાં લેવાના બદલે ફરીદાબાદના બાટા રેલ્વે સ્ટેશન બોલાવ્યા હતા જેથી બન્ને ભાઈઓ ત્યાં પહોચતા એક કારમાં રાજુ અને મનોજ નામના શખસ આવી પહોચ્યા હતા બન્ને ભાઈ તેની કારમાં બેસી મથુરા રોડ પર આવેલ ફાર્મહાઉસમાં એલ્યુમીનીયમ માલ પડ્યો હોય તેમ જણાવી ત્યાં લઇ ગયાહતા જે બાદ તેઓને નાસ્તો કરાવવાના બહાને બેસાડી રાખી હતા થોડીવાર બાદ બીજા 4 થી 5 શખ્સ આવી પહોચ્યા હતા અને બન્ને ભાઈઓને ઘરમાં જ બંધક બનાવી લીધા હતા અને માર મર્યો હતો બાદમ પરિવારને ફોન કરાવી રૂ 10 લાખ મગાવવા દબાણ કર્યું હતું જોકે હિતેશભાઈએ તેમની પાસે આટલા બધા રૂપિયા ન હોય તેમ જણાવતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી જોકે બન્ને ભાઈઓએ હિમત કરી કોઈ રૂપિયા ન હોવાનું જણાવતા આરોપીઓએ આંખો દિવસ ઘરમાં બંધક કરીને રાખ્યા હતા. હિતેશભાઈએ એન કેન રીતે પરિવારને જાણ કરતા પરિવારના સભ્યોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરી હિતેશભાઈ અને અતુલભાઈ યુપીમાં મુસીબતમાં હોવાનું જણાવી હતી

આ ઘટના બાદ કાંતિભાઈએ તાત્કાલિક યુપી સરકાર સાથે સંપર્ક કર્યો હતો જે બાદ યુપી પોલીસ સર્તક બની હતી મથુરા જિલ્લા પોલીસ સતર્ક થઇ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી અલગ અલગ પોલીસ મથકથી યુવકનામોબાઈલમાં ફોન આવવાના શરુ થતા આરોપીઓ ગભરાઈ ગયા હતા અને તેની પાસે થેલામ રહેલા 2.5 લાખ રોકડ, અઢી તોલાના સોનાનો ચેન 1.5 તોલા પેન્ડલ તેમજ એટીએમ કાર્ડથી 35 હજાર જેટલી રકમ એટીએમ માંથી ઉપાડી લીધી હતી બાદમાં બન્ને ભાઈઓને ફરી કારમાં લઇ જઈ અઅજાણ્યા અવવારુ જગ્યાએ ઉતારી જતા રહ્યા હતા

જે બાદ બન્ને યુવાનો નજીકના પોલીસ મથકે પહોચી સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી બાદમાં ત્યાથી બીજા એક મિત્રની મદદથી મોરબી હેમખેમ પહોચી ગયા હતા આરોપીઓએ આ જ રીતે ભુજના પણ કોઈ વેપારી પાસેથી આ રીતે ખંખેર્યા હોવાનો દાવો કર્યો હતો.

ઉતર પ્રદેશના કોશીકલા વિસ્તાર આવા ઠગબાજોથી કુખ્યાત છે જેઓ આ રીતે ઓનલાઈન વેપારીઓ સાથે સંપર્ક કરે છે અને માલ જોવાના બહાને યુપી બોલાવે છે જેથી વેપારી યુવાનો આવી રીતે બીજા રાજ્યમાં ખાસ કરીને આ વિસ્તારમાં વેચાણ કરતા પહેલા વેપારી સતર્કતા રાખે તે જરૂરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW