મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઝડપાયેલ 9 આરોપી પૈકી અગાઉ ઓરેવા કંપનીના મેનેજર ટીકીટ ક્લાર્ક સહીતના 7 આરોપી દ્વારા મુકવામાં આવેલ જામીન અરજી સેસન્સ કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી હતી જે બાદ વધુ બ્રીજનું મેન્ટેન્સ કરનાર દેવ પ્રકાશ સોલ્યુશનના સંચાલક દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમારે ગત શનિવારે જામીન અરજી મૂકી હતી હતી જેના પર મંગળવારે સુનવણી હાથ ધરવાની હતી જોકે આજે કોર્ટમાં ફરી એકવાર આ અરજી પર મુદત પડી હતી અને હવે આ સુનવણી આગામી 9 ફેબ્રુઆરી સુધી ટળી છે આગામી 9 મી આ અરજી પર ફરી એકવાર સુનવણી હાથ ધરવામાં આવશે

