વંથલી પંથકના અનેક ગ્રામીણ વિસ્તારમાં અવાર નવાર દીપડાઓના આટા ફેરા સાથે હુમલો થયા હોવાના કિસ્સાઓને લઈને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે..
અહીંના ગ્રામ્ય પંથકમાં દીપડા અને સિંહ દ્વારા દુધાળા પશુઓના મારણ કર્યાના કિસ્સાઓ પણ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. આ મામલે ધણફુલીયા ગામના લોકોએ જણાવ્યું હતું કે સિંહ અને દીપડાના આતંકને લઈને તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..વારંવાર વન વિભાગ સમક્ષ આ મામલે રજૂઆત પણ કરાય છે..
પોતાની આપવીતિ જણાવતા સ્થાનિક ખેડૂતે જણાવ્યુ હતું કે થોડા સમય પૂર્વે
દીપડાએ તેમની ગાયનું મારણ કર્યા હોવાનો બનાવ પણ બન્યો હતો.. ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ હિંસક પશુઓના ત્રાસમાંથી તેમને કાયમી છુટકારો મળે. બીજી તરફ વન વિભાગ દ્વારા ધણફુલીયા ગામમાં પાંજરું પણ રાખવામાં આવ્યું છે. વંથલી પંથકના આર એફ ઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં કુલ 8 દીપડાઓને તેઓએ પાંજરે પૂર્યા પણ છે.. જેમાંથી પાંચ દીપડાઓને સકરબાગ ઝૂ ખાતે રાખવામાં આવ્યાં છે.. જ્યારે અન્ય ત્રણ દીપડાઓને અમરાપર એનિમલ કેર સેન્ટર ખાતે ખેડવામાં આવ્યા છે..ઉપરાંત વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં નિરંતર પેટ્રોલિંગ કરાતું હોવાનુ પણ જણાવ્યું હતુ..
જૂનાગઢના વંથલી તાલુકામાં વન્ય પ્રાણીઓનો ભારે આતંક
ધણફુલીયા ગામમાં દીપડાના આટા ફેરાથી ગામ લોકોમાં ફેલાયો ભયનો માહોલ
દીપડાને પકડવા પાંજરા મૂકતું વનવિભાગ
તાજેતરમાંજ કુલ આઠ દીપડાને પાંજરે પુરાયા

