HomeGujaratમાળિયા-જામનગર હાઈવે પર ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું 23.90 લાખના ડિઝલ સાથે 2...

માળિયા-જામનગર હાઈવે પર ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું 23.90 લાખના ડિઝલ સાથે 2 ઝડપાયા

મોરબી જિલ્લામાં માળિયા જામનગર હાઈવે ડીઝલ ચોરી અને તેનું બેરોકટોક વેચાણનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ ફરી એકવાર આવા કૌભાંડનો પર્દાફાસ થયો છે જેમાં માળિયા મિયાણા જામનગર હાઈવે પર એલ કવન જીન સામેની રામદેવ હોટેલના પાછળના ભાગે આ રીતે ટેન્કરમાંથી ગેરકાયદે ડિઝલ ચોરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પડ્યો હતો અને હરદેવ ભાઈ ઉર્ફે લાલો પ્રભાત બોરીચા અને વિનોદભાઈ મેવાલાલ પટેલને ઝડપી લીધા હતા બન્નેની તપાસ કરતા હકાભાઇ બાબુભાઈ ચાવડાનું નામ પણ ખુલતા પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસે સ્થળ પરથી જીજે 12 બીટી2579 નંબરનો ટ્રક તેમાં ભરેલ રૂ 23.79 લાખનું ડિઝલ તેમજ 4 નંગ કેરબામાં ચોરી કરેલ 110 લીટર ડિઝલ રૂ 2000 રોકડા 2 મોબાઈલ ફોન મળી કુલ 39,02,056 સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW