30 ઓક્ટોબર 2022ની સાંજે માનવીય બેદરકારીને પગલે 400 લોકોથી ખચાખચ ભરેલ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં 135 લોકોએ જીવ ગુમાંવ્યો હતો આ દુર્ઘટનામાં કેટલાય બાળકો અનાથ બન્યા હતા તો 30થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઓરેવાના એમડી જયસુખ પટેલની ધરપકડ થાય તેવા અણસાર વચ્ચે મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જોકે આ અરજીમાં પોલીસ દ્વારા મુદત માંગવામાં આવી હતી તો મૃતક પરિવાર દ્વારા પણ આગોતરા જામીન અરજી વિરુદ્ધ પોતાનો વાંધો રજુ કર્યો હતો જે બાદ કોર્ટ દ્વારા આ કેસમાં જામીન અરજી પર આગામી સુનવણી 1 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી તો બીજી તરફ જયસુખ પટેલ વિરુદ્ધ લુક આઉટ નોટીસ પણ નીકળી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને જયસુખ પટેલની વિદેશ યાત્રા પર રોક લાગી છે સાથે સાથે તેની કોઈ પણ સ્થળેથી શોધી કોર્ટ સમક્ષ રજુ થવા ફરમાન નીકળી શકે છે ત્યારે આગામી સમયમાં ઝુલતા પુલ દુર્ઘટના અંગે શું નવા ખુલાસા બાહર આવશે તેના પર સૌ કોઈની નજર છે હાલ આ લુક આઉટ નોટીસ મુદે કોઈ સતાવાર જાહેરાત સામે આવી નથી

