HomeGujaratમોરબી પ્રભારીમંત્રી પાનશેરીયાની તાકીદ: અરજદારોના ઓછા ધક્કે કામ થાય તેવું કામ કરો

મોરબી પ્રભારીમંત્રી પાનશેરીયાની તાકીદ: અરજદારોના ઓછા ધક્કે કામ થાય તેવું કામ કરો

મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ટાઉન પ્લાનિંગ જીણવટ ભર્યું નિરીક્ષણ કરી વિકાસકામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, છેવાડા ના ગામડા સુધી પાણી પહોંચાડવું વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ખેડૂતોના પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ દાખવવા અને ગરીબ-જરૂરિયાતમંદ માણસોને ઓછા ધક્કા પડે તે મુજબ માનવીય અભિગમ દાખવીને યોગ્ય કામગીરી કરી મોરબીને સુશાસનમાં નંબર વન પર લાવવા જણાવ્યું હતું. ઉપરાતં સાથે મળી સંકલન થી મોરબીને દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રભારી બન્યા બાદ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની મોરબીની પ્રથમ મુલાકતમાં તેમણે અધિકારીને ઉત્તમથી સર્વોત્તમ કામગીરી માટે પ્રેરણા આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા તથા સર્વે ધારાસભ્યએ મહેસૂલ, પાણી-પુરવઠા, રોડ-રસ્તા, સિંચાઈ અને કેનાલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ તેમજ આરોગ્ય વગેરે જેવા જન હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW