HomeGujaratહવામાન વિભાગે કરી આ 3 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની અગાહી, રાજ્યભરમા ઠંડીનો...

હવામાન વિભાગે કરી આ 3 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની અગાહી, રાજ્યભરમા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, જાણો તમારા શહેર વિશે…

ફરી એકવાર રાજ્યમાં ઠંડી વધી છે. આ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં આવનારા દિવસોમા હજુ ઠંડી વધશે. 25થી 27 જાન્યુઆરી સુધી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, ખાસ કરીને સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને દિવસ દરમિયાન પારો ઉપર જશે.

રાજ્યમા અલગ અલગ પંથકમા તાપમાનની સંભાવના અંગે આગાહી છે કે નાવા રાઉંડ્મા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડા પવન ફૂંકાશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન રહેશે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે.

રાજ્યમા વધી રહેલી ઠંડીનુ કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામા આવી રહ્યુ છે. દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે બરફવર્ષા થશે અને ફેબ્રુઆરીમાં ત્યાથી બરફીલા પવનો દેશમા અનુભવાશે. વધી રહેલી ઠંડી જોતા તબીબ નિષ્ણાંતોએ જણાવ્યું છે કે તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસો ખૂબ વધ્યા
છે અને આગામી સમયમા પણ વધશે.

અમદાવાદમાં જ છેલ્લા એક અઠવાડિયામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં 10 હજાર 500થી વધુ તાવ શરદી અને ઉધરસના કેસ નોંધાયા છે. લોકોને ગરમ હુંફાળું પાણી પીવાની સલાહ અપાય છે. આ સાથે વાત કરીએ હાલ રાજ્યના અલગ અલગ શહેરોન તાપમન અંગે તો નલિયામાં સૌથી ઓછૂ 3.8 ડિગ્રી, કેશોદમાં 8.3, અમરેલીમાં 8.4, ડીસામાં 8.8, ભુજમાં 9.2, ગાંધીનગરમાં 9.4, રાજકોટમાં 10.9, મોરબી 12, અમદાવાદમાં 11, પોરબંદરમાં 12, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW