HomeGujaratમોરબીમાં ત્રણ ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

મોરબીમાં ત્રણ ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લામાં ચોરી અને લુંટ વિવિધ ગુના ઉકેલવા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના આધારે શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા તેમના વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન બી ડીવીઝન પોલીસ સ્ટાફ જુના ઘૂટું રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક નંબર પ્લેટ વિનાના બાઈકને અટકાવી તેની પાસેથી બાઈકના કાગળ માગતા આરોપી યોગ્ય જવાબ આપવના બદલે શંકાસ્પદ હરકત કરવા લાગતા પોલીસે બાઈક સવારની પૂછપરછ કરતા શખ્સે પોતાનું નામ ગજુભાઈ જાલમભાઇ દેવરા હાલ લાલપર ગામ નજીક આવેલ શ્યામ હોટેલ આસપાસ રહેતો હોય અને મૂળ એમપીના જાબુઆ જિલ્લાના વતની હોવાનું જણાવ્યું હતું બીજીતરફ તેની પાસે રહેલા બાઈક વિશે પોકેટ કોપ એપ્લીકેશનમાં તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવતા પોલીસે બાઈક સવાર શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીએ બી ડીવીઝન પોલીસ મથક વીસ્તારમ અગાઉ 2 બાઈક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ચોરાયેલ ત્રણેય બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW