HomeGujaratમોરબીમાં બે સોસાયટી વચ્ચે રસ્તાનો વિવાદ

મોરબીમાં બે સોસાયટી વચ્ચે રસ્તાનો વિવાદ

તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં !

જયારે વહીવટી તંત્ર ધ્રુતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવવામાં લાગી જાય એના પરિણામ કેવા આવે એ દર્શાવતો કિસ્સો મોરબીમાં પ્રકાશ માં આવ્યો છે જેમાં ૨૨ વર્ષ થી ૭૦ પરિવાર જે રસ્તે ચાલતા હતા એ રાતોરાત પાસેથી સોસાયટી દ્વારા પોતાનો રસ્તો હોવાનું કહી ને બંધ કરી દેવાતા આ પરિવારો એ ચાલવું ક્યાંથી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે જોકે બંને સોસાયટી વાળા રસ્તા માં પોતાના હકનો દાવો કરી રહ્યા છે અને આ મામલે જીલ્લા કલેકટર ને લેખીત રજૂઆત પણ કરવામાં આવી છે જોકે હજી સુધી મામલે તંત્ર એ કોઈ જ હસ્તક્ષેપ ના કરી ને રાજુઆત્કર્તાઓ ને કોર્ટ નો રસ્તો દેખાડી દીધો હોય એવો ખેલ સર્જાયો છે

મોરબીના રવાપર રોડ પર આવેલ વ્ર્જ્વાટીકા એપાર્ટમેન્ટ ના ૭૦ પરિવારના લોકો આજે જીલ્લા કલેકટર કચેરી પહોચ્ય હતા અને પોતાના બે એપાર્ટમેન્ટ નો રસ્તો પાસે આવેલ વ્રજવાટિકા સોસાયટી દ્વારા બંધ કરી દેવાયા ની ઉગ્ર રજૂઆત કરી હતી તેમનો આક્ષેપ છે કે પાસે આવેલ વ્રજવાટિકા સોસાયટી દ્વારા ૨૨ વર્ષે આ રસ્તો તેમનો હોવાનો હક કરી ને દીવાલ બનાવી દેતા બંને એપાર્ટમેન્ટ ના ૭૦ પરિવારો એ ચાલવું ક્યાંથી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે ઈમરજન્સી ના વખત માં એમ્બ્યુલન્સ કે ફાયર ફાયટર પણ આવી ના શકે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે તેમજ આ રસ્તા પર ચાલવાનો એમનો હક સોસાયટી દ્વારા છીનવી લેવાયો છે અને જો આ મામલે રસ્તો નહિ નીકળે તો આવનાર સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

બીજી બાજુ વ્રજ વાટિકા સોસાયટી ના લોકો ના કહેવા મુજબ આ રસ્તો ફક્ત તેમની સોસાયટીનો જ છે સોસાયટી માટે જગ્યા બિનખેતી થઇ ત્યાર થી જ અ રસ્તા પર અમારો હક છે પરંતુ ભલમનસાઈ થી બંને એપાર્ટમેન્ટ વાળા ને ચાલવા દેવાતા હતા બંને એપાર્ટમેન્ટ ૧૦ માળ ના છે અને તે બન્યા એ જગ્યા પણ બિનખેતી થઇ નથી મનસ્વી રીતે બંને એપાર્ટમેન્ટ બનાવી દેવાયા છે અમે હાલ માં જે રસ્તો બનાવ્યો છે એ પણ નગરપાલિકા ની મંજુરી લઇ ને બનાવ્યો છે અને આ રસ્તા પર એપાર્ટમેન્ટ નો કોઈ અધિકાર જ નથી ખાનગી પ્લોટ વાળા લોકો ને તેમની જગ્યા આપવી પડી છે તેથી અમારે હવે અમારા રસ્તાનો વિકલ્પ અપનાવવો પડ્યો છે છતાં એપાર્ટમેન્ટ વાળા ને તકલીફ ના પડે તે માટે તેમને તેમનો રસ્તો કરવા માટે સમય આપ્યો છે અને ૧૦ ફૂટ જેટલી જગ્યા માં દીવાલ નહિ બનાવી ને માનવતા દાખવી છે

આ સમગ્ર મમલા માં તંત્ર ની ધ્રુતરાષ્ટ્ર ની ભૂમિકા હોય એવું દેખાઈ રહ્યું છે જો એપાર્ટમેન્ટ વાળા સાચા હોય તો તાત્કાલિક તંત્ર એ આ રસ્તો ખોલાવવો જોઈએ અને જો સોસાયટી વાળા સાચા હોય તો એપાર્ટમેન્ટ વાળા ને રસ્તા માટે કોઈ ઓપ્સન શોધી આપવો જોઈએ જેથી ઘી ના ઠામ માં ઘી પડી જાય પરંતુ એક બાજુ તંત્ર એ મંજુરી આપી ને સોસાયટી વાળા સાચા હોવાની વાત પર મૌન મંજુરી ની મહોર મારી છે તો બીજી બાજુ રજૂઆત કરવા ગયેલા એપાર્ટમેન્ટ વાળા ને કોર્ટ ના રસ્તે જવા સુફિયાણી મૌખિક સલાહ પણ આપી છે જોકે બિનખેતી સિવાય ૧૦ માળ ની બે બિલ્ડીંગ બની ગઈ તો તેના માટે પણ જવાબદાર તો અંતે તંત્ર જ છે આમ મોરબી માં તંત્રને લોકોની પરેશાની દુર કરવામાં નહિ પરંતુ લોકો ને કાનૂની લડાઈ માં સંડોવી દેવામાં રસ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW